20/07/2020
1971 ની સાલ ની આજુબાજુમાં ચાંગા જેવા એક નાના ગામમાંથી વડોદરામાં અમારા પીતાશ્રી વાસુદેવભાઈ નારણદાસ ઠક્કર એ દલાલી ના વ્યવસાયમાં ઝંપલાવી *19/07/1972ની* સાલમાં એક નવી શરૂઆત કરી *દલાલ જયેશકુમાર વાસુદેવ ની કું* નામની પેઢી ની સ્થાપના કરી ૧૯૭૨થી એને આજ દિન સુધી તેઓએ પાછું વળીને જોયું નથી તેઓ નીતી ને વળગી રહી ખૂબ જ મહેનતથી ગુજરાત અને ભારત ના ધણાબઘા રાજ્યો માં પેઢી ધ્વારા વેપારો સ્થાપિત થયા તેઓ ના પડછાયા રૂપ સુશીલા બા ને કેમ ભુલાય *સુશીલા બા* ઘરે આવેલા મહેમાન હોય,મિત્રો હોય કે વેપારી હોય, પરીવાર ના સદસ્યો સૌ કોઈ ની આગતાસ્વાગતા વગર કોઈ પાછું ગયું નથી વેપારીઓ , મિત્રો , સ્વજનો ધ્વારા સંસ્મરણો યાદ કરી અને આંખના ખૂણા ભીના થઇ જતા જોયા છે તેઓ આ ધંધામાં આવ્યા બાદ એમના હાથે એમણે કુટુંબના ઘણા બધા સભ્યોને વિવિધ શહેરોમાં ધંધાકીય રીતે સ્થાપિત કરવાના ખૂબ પ્રયત્ન કર્યા એ સૌ પરિવારજનો પણ આજે સુખી છે તેઓની દૂરદર્શીતા તેઓની વિચારસરણીની, સમયની સાથે સાથે ચાલવાની એક આગવી ઓળખ આવા અનેકો અનેક ગુણ સંપન્ન એવા અમારા માતાપિતાશ્રીની અમી દ્રષ્ટિથી અને તેઓએ આપેલ સંસ્કારોથી અમો અને અમારો પરિવાર સૌ સુખી છે તેઓના મોટા દીકરા *ધર્મેન્દ્ર ને પીતાશ્રી ના માર્ગદર્શન હેઠળ બીલ્ડરની સાથે સાથે પ્લાયવુડ હાર્ડવેરના વ્યવસાયે માં જોડાઈ અલકાપુરી વિસ્તાર માં ભવ્ય શોરૂમ સ્થાપેલ જે હાલ માં ધર્મેન્દ્ર સાથે સાથે દીકરા સ્મીત અને તીર્થ ધ્વારા સ્મીત એન્ટરપ્રાઈઝ* નામે ચાલી રહ્યો છે પિતાશ્રી ના અનંત આશીર્વાદ અમારા ઉપર સદાય વહેતા રહેશે તેઓ એ સીંચેલ છોડ આજે વટવૃક્ષ સમાન વ્યાપેલ છે આજે એમનો પરિવાર ખૂબ ખૂબ સુખી છે આ શીખરે પહોંચાડવા માટે *સહભાગી સૌ વેપારી મીત્રો, વડીલશ્રી ગોરધનકાકા, ભાઈલાલકાકા, પ્રફુલભાઈ, ગીરીશભાઈ,પરેશ* કેમ ભૂલાય
સૌ ના અવિરત પ્રેમે આ *દલાલ જયેશકુમાર વાસુદેવ ની કું.* પેઢી ૪૮ વર્ષ પુરા કરી *જયેશભાઈ અને તેમના દીકરા હેનીલભાઈ * ના સાનીધ્યમાં ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે અમોસૌ ને *આપસૌ દ્વારા મળેલ સહકાર ના આભારી છીએ *🙏