01/03/2023
શ્રી લેઉવા પાટીદાર દાલીઆ જ્ઞાતિ સમસ્ત પંચ ના દરેક જ્ઞાતિજનો ને જણાવવાનું કે:-
ચાલુ વર્ષ દરમ્યાન શષ્ટમ (૬ઠું) સમાજ દર્પણ-૨૦૨૩ ની આવૃત્તિ બહાર પડવાનું નક્કી કરેલ છે
પંચમ સમાજ દર્પણ ની નકલ ફોર્મ ના રૂપ માં ટ્રસ્ટી દ્વારા દરેક કુટુંબ ને પહોંચાડવામાં આવેલ છે.
જે કુટુંબ ના સમાંજ દર્પણ ની જુની નકલ [ ફોર્મ ] ન મળેલ હોય તેઓ કાર્યાલય માંથી મેળવી લેવા વિનંતી.
ફોર્મ ભરતા પહેલા/ સુધારા વધારા કરતા પહેલા ફોર્મ પાછળ આપેલ સૂચના નું અધ્યયન કરવા વિનંતી.
સુધારા વધારા કરી, કાર્યાલય મા જમાં કરાવવા વિનંતી. ફોર્મ પરત આપવાની અંતિમ તારીખ ૧૫/૩/૨૩ રાખેલ છે.
સમાંજ દર્પણ માં આપના ધંધા ની તેમજ આપના વડીલો ની યાદમાં સ્મરણાંજલિ, સનેહાંજલી, સ્નેહવંદના માટેની જાહેરાત આપી સમાજ દર્પણ ના પ્રકાશન માં સહયોગ આપવા માંગતા હોય તેઓ જાહેરાતની સંપૂર્ણ વિગત તૈયાર કરી કાર્યાલય મા જાણ કરવા વિનંતી.
દર નીચે મુજબ નક્કી કરેલ છે
૧.આખું કલર પેજ રૂપિયા ૩૦૦૦/-
૨.અડધું કલર પેજ રૂપિયા ૨૦૦૦/-
૩.બ્લેક એન્ડ વાઈટ આખું પેજ રૂપિયા ૧૫૦૦-/
૪.બ્લેક એન્ડ વાઈટ અડધું પેજ રૂપિયા ૭૫૦/-નક્કી કરવામાં આવેલ છે. જેમને જાહેરાત આપવાની ઈચ્છા હોય તેઓ કાર્યાલય નો સંપર્ક કરવા વિનંતી છે.
૫. ટાઈટલ પેજ ૨ - ૩ - ૪ માટે કાર્યાલય નો સંપર્ક સાધવા વિનંતી.