Himson Investments and Insurance

Himson Investments and Insurance Plan Your Future with Us. Our Expertise General Insurance l Mutual funds l Life Insurance l Financial Planning l Equity Investment Insurance Agent

12/10/2022
Basics of Health InsuranceCall 8658989897 for Health Insurance and get unbiased advise.
12/10/2022

Basics of Health Insurance
Call 8658989897 for Health Insurance and get unbiased advise.

Link: https://bit.ly/3CpVAdVWith Ditto, you get the best advice on insurance. Understand your policy, get answers to your burning questions, and buy insuranc...

04/08/2022
31/07/2022

30/07/2022

17/12/2020

*ખુબ જ અગત્યની માહિતી*
નોંધઃ અમૂક અલગ માહિતી માટે ન્યુ ઇન્ડિયા/એચ.ડી.એફ.સી. અર્ગો એ રીતે વાંચવુ. ઉદાહરણ- વેઇટિંગ પિરિયડ 3/2 વર્ષે તો 3વર્ષ ન્યુ ઇન્ડિયા અને 2 વર્ષ એચ.ડી.એફ.સી. અર્ગો માટે.

*પ્રથમ* વખત *૩૦ દિવસ* પછી મેડિકલેમ *મળવાપાત્ર* છે.

પ્રથમ *બે વર્ષ* કોઈ પણ પ્રકારના *નેચરલ (કુદરતી) ઓપરેશન* / *ડાયાબીટીસ* / *બ્લડપ્રેશર* ને લગતી *ટ્રીટમેન્ટ* મળવાપાત્ર *નથી*.
( *ઘૂંટણની ઢાંકણી* બદલવાનું ઓપરેશન અને *સ્કિન* ને લગતા ડિસઓર્ડર *ચાર*/ *ત્રણ* વર્ષ પછી મળવાપાત્ર છે. )

ઉપરોક્ત બન્ને મા *અકસ્માત* ના સંજોગ મા *૩૦ દિવસ* અને *બે વર્ષ* નો નિયમ લાગુ પડતો *નથી* એટલે કે અકસ્માત ના સંજોગો મા *પ્રથમ દિવસ* થી જ મેડિકલેમ મળવાપાત્ર છે.

હોસ્પિટલમાં *દાખલ થયાની જાણ* જરૂરી વિગતો સાથે *૧૨ કલાક* મા ફરજિયાત કરવાની રહેશે. બને તો દાખલ થયા પહેલા ફોન કરી લેવો.

હોસ્પિટલ મા *દાખલ* થયા ની *કંપની* મા *જાણ* કરવા માટે નીચે જણાવેલ *વિગત* એક *કાગળ* પર લખી ને *વોટ્સ-એપ* કરવા *વિનંતી* છે.

૧. *ફાઇલ* મુજબ *હોસ્પિટલ નું નામ*
૨. *ફાઇલ* મુજબ *હોસ્પિટલ નું સરનામું*
૩. *ટ્રીટમેન્ટ* કરનાર *ડોક્ટર* નું *નામ*
૪. *દાખલ* થયેલા *વ્યક્તિ* નું *નામ*
૫. *દાખલ* થવા નું *કારણ* અથવા *ટ્રીટમેન્ટ* નું *નામ*
૬. *દાખલ* થયા ની *તારીખ*
૭. *દાખલ* થયા નો *સમય*
૮. *હોસ્પિટલ* નો *લેન્ડ લાઇન* / *કોન્ટેક્ટ* નંબર

*ખાસ નોંધ* : ઉપરોક્ત *વિગત* લખી ને *વોટસએપ* પર મોકલવી. *ફાઇલ* ના *ફોટા* કે *રિપોર્ટના* ફોટા પાડી ને મોકલવા નહીં. *કારણ કે* એમા *જરૂરી* દરેક *વિગત* હોતી નથી.

હોસ્પિટલમાં *૨૪ કલાક* થી વધારે *દાખલ* થવું પડે એવા સંજોગોમાં જ *મેડિકલેમ* મળવાપાત્ર છે.અમુક ઓપરેશન કે જેને *ડે કેર ઓપરેશન* તરીકે જાણીતા છે એવા ઓપરેશન કરાવતી વખતે *૨૪ કલાક* દાખલ ના કર્યા હોવા છતા *મેડિકલેમ* મળવાપાત્ર છે. *ડે કેર ઓપરેશન* ના કેસ મા *રૂમ નું ભાડું* મળવાપાત્ર નથી જેની નોંધ લેવી

હોસ્પિટલમાં *દાખલ* થયા હોય તે તારીખ થી *30/60 દિવસ અગાઉના* ખર્ચ મેડિકલેમ મા મળવાપાત્ર છે.

હોસ્પિટલમાં થી *ડિસ્ચાર્જ* લીધા ની તારીખ થી *60/180 દિવસ સુધી* નો ખર્ચ મેડિકલેમ મા મળવાપાત્ર છે.

હોસ્પિટલમાં થી *ડિસ્ચાર્જ* લીધા ની તારીખ થી *૭ દિવસ* સુધીમાં ફાઇલ જમા કરાવવાની હોવાથી આપણે નમ્ર વિનંતી છે કે હોસ્પિટલ માંથી *૩ દિવસ* મા ફાઇલ *કલેમ ફોર્મ* પર *ડૉક્ટર* ના *સહી સિક્કા* કરાવી લઈ લેવી અને તરત જ એજન્ટની ઓફિસે પહોંચાડવી.

ફાઇલ જમા કરાવતી વખતે *જેમના નામ ની પોલિસી* હોય એમના *આધાર કાર્ડ* અને *પાન કાર્ડ* ની *ઝેરોક્ષ* અને *ઓરીજીનલ* નામ છાપેલું હોય એવો *કેન્સલ ચેક* અને જેમણે *એડમીટ* કર્યા હોય એમની *ફક્ત આધાર કાર્ડ* ની *ઝેરોક્ષ* આપવાની રહેશે.

ફાઇલ જમા કરાવતી વખતે *એક્ષ-રે* પ્લેટ, *સી.ટી.સ્કેન* પ્લેટ, *સોનોગ્રાફી* રિપોર્ટ, *ઇલેક્ટ્રો કાર્ડીયોગ્રામ* વગેરે પણ *જમા* કરાવવાનું હોય છે જેની ખાસ નોંધ લેવી.

ફાઇલ *જમા* કરાવતા પહેલા *ઝેરોક્ષ* કઢાવી લેવી *એકવાર* ફાઇલ *જમા* થઈ જશે પછી કોઈ પણ પ્રકારના *ઓરીજીનલ* પેપર *ઈમર્જન્સી* માટે મળી શકશે નહીં

*ફાઇલ જમા કરાવી દીધા બાદ* થયેલા ખર્ચ ને *એડિશનલ કલેમ* તરીકે મૂકી શકાય છે.

આપની પોલિસી ના *વિમાની રકમ* પ્રમાણે આપ *રૂમ નું ભાડું* અને *નર્સિંગ ચાર્જ* બન્ને નો *સરવાળો ૧ %* સુધી થતો હોય એવો *રૂમ* પસંદ કરી શકો છો.એટલે કે વિમા ની રકમ *૧૦૦૦૦૦ રૂપિયા* હોય તો રૂમ નું ભાડું અને નર્સિંગ ચાર્જ બન્ને નો સરવાળો ૧ % સુધી *૧૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ* પ્રમાણે મળવાપાત્ર છે અને વિમા ની રકમ *૨૦૦૦૦૦* રૂપિયા હોય તો રૂમ નું ભાડું અને નર્સિંગ ચાર્જ બન્ને નો સરવાળો ૧ % સુધી *૨૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ* પ્રમાણે મળવાપાત્ર છે.( *આઈ.સી.યુ* મા દાખલ *થવું પડે* એ કેસ મા *૨%* પ્રમાણે મળવાપાત્ર છે.) (એચ.ડી.એફ.સી. અર્ગો માં રૂમ રેન્ટ લિમિટ નથી તેથી તેમને રૂમ રેન્ટ લિમિતનો મુદ્દો લાગુ નહીં પડે)

જો આપ આપની પોલિસી ની *વિમાની રકમ* પ્રમાણે મળતી *કેટેગરી* કરતા વધારે *ચાર્જ* વાળો રૂમ લેશો તો તમારી કેટેગરી થી *જેટલા રૂપિયા* વધારે હશે એ *વધારો* ટકાવારી મા *ગણી* ને આપના *ટોટલ બિલ* માથી *દવા* ના બિલ અને *રીપોર્ટ* ના બિલ ને બાદ કરી જે *રકમ* હશે એ રકમ મથી *ટકાવારી પ્રમાણે* રૂપિયા *કપાઈ* જશે.

*ઉદાહરણ* ના રૂપે આપની પોલિસી ની વિમા રકમ *3૦૦૦૦૦* રૂપિયા છે એ પ્રમાણે તમને *રૂમ નું ભાડું* અને *નર્સિંગ ચાર્જ* બન્ને નો *સરવાળો* ૧ % સુધી *3૦૦૦* રૂપિયા *પ્રતિ દિવસ* પ્રમાણે મળવાપાત્ર છે પણ તમે *33૦૦* રૂપિયા પ્રમાણે પસંદગી કરી છે તો વધારાના *3૦૦* રૂપિયા એ *3૦૦૦* માટે ટકાવારી મા *૧૦%* વધારે છે એટલે *જેટલા દિવસ* દાખલ રહેશો એના *પ્રતિ દિવસ* પ્રમાણે *3૦૦* રૂપિયા તો *કપાઈ જ જશે* પણ આ ઉપરાંત અંદાજીત *ટોટલ* બિલ *૫ ૦૦૦૦* રૂપિયા હોય અને એમાથી *દવા* ના બિલ *૨૦૦૦૦* અને *રીપોર્ટ* ના બિલ *૧૦૦૦૦* રૂપિયા હોય તો *3૦૦૦૦* ને બાદ કરી જે રકમ આવશે એ રકમ એટલે કે *૨૦૦૦૦* ની રકમ માથી *૧૦%* પ્રમાણે રૂપિયા *૨૦૦૦* બીજા *કપાઈ* જશે.(એચ.ડી.એફ.સી. અર્ગો માં રૂમ રેન્ટ લિમિટ નથી તેથી તેમને રૂમ રેન્ટ લિમિતનો મુદ્દો લાગુ નહીં પડે)

*કેટરેક્ટ-મોતિયાનું* ઓપરેશન કરાવવા માટે આપની પોલિસી ની *વિમા રકમ* ને ધ્યાનમાં રાખી *એક* આંખ ના *ઓપરેશન* માટે અમુક *ફિક્સ ચાર્જ* પહેલા થી જ *નક્કી* કરાયેલા છે જે નીચે પ્રમાણે છે. *ફ્લોટર* પોલિસી મા *વિમા ની રકમ ના ૧૦%* એટલે કે વિમા ની રકમ *૨૦૦૦૦૦* હોય તો *૧૦ %* પ્રમાણે *૨૦૦૦૦* રૂપિયા પ્રતિ આંખ માટે મળવાપાત્ર છે. *ઇન્ડિવિડ્યુલ* પોલિસીમા *વિમા ની રકમ ના ૨૦ %* એટલે કે વિમા ની રકમ *૨૦૦૦૦૦* હોય તો *૨૦ %* પ્રમાણે *૪૦૦૦૦* રૂપિયા પ્રતિ આંખ માટે મળવાપાત્ર છે.(એચ.ડી.એફ.સી. અર્ગો માં લિમિટ નથી તેથી તેમને મોતિયા લિમિતનો મુદ્દો લાગુ નહીં પડે)

*મેડિકલેમ* મા નીચે મુજબ ની *સારવાર* કે *ખર્ચ* મળવાપાત્ર *નથી*

*ગર્ભાવસ્થા* ની સારવાર,
*બાળક* ના *જન્મ* સાથે *સંકળાયેલી બીમારી*,
*દાંત* ને લગતી સારવાર,
*કુદરતી* ઉપચાર, *નુસખાઓ*, *મેદ* સંબંધિત સારવાર,
*વિટામીન* અને *ટોનીક* નો ખર્ચ, *સર્જરી* કે જેમાં *હૉસ્પિટલ* મા દાખલ થવું *જરૂરી ન* હોય,
*આપઘાત*, *જાતે કરેલી ઇજા* અથવા *બીમારી*, *માનસિક વિકાર*, *ચિંતા*, *તણાવ* અથવા *હતાશા* ને લગતી સારવાર,
*આલ્કોહોલ* અને *ડ્રગ્સ* ના *સેવન* ને લગતી સારવાર, *એચ.આઈ.વી એઇડ્સ* જેવા રોગ ને લગતી સારવાર,
*ચશ્મા*, *કોન્ટેક્ટ લેન્સ*, *શ્રવણ ઉપકરણ* નો ખર્ચ,
*નોન મેડિકલ* આઇટમ ( *આઈ.આર.ડી.એ.આઈ.* ના નિયમ મુજબ દરેક *કંપનીઓ* ની *વેબ સાઈટ* પર આ *લિસ્ટ* પહેલા થી જ *મૂકેલું* હોય છે. )

કોઈ પણ *મેડિકલેમ* પોલિસી મા *પ્રીમિયમ* મા *વધારો* નીચે મુજબ ની *પરિસ્થિતિ* મા થઈ શકે છે

કોઈ પણ *મેડિકલેમ* પોલિસી મા *પ્રીમિયમ* એ પોલિસી લેનાર *વ્યક્તિ ની ઉમર* ના આધારે નક્કી થતું હોય છે એટલે કંપની દ્વારા નક્કી કરાયેલા *સ્લેબની ઉમર* બદલાવા ની સાથે *પ્રીમિયમ* મા વધારો થશે.

કોઈ પણ *મેડિકલેમ* પોલિસી મા નિયમ પ્રમાણે *પાંચ વર્ષ* મા *એકવાર* પ્રીમિયમ ના *રેટ રિવ્યૂ* કરવામાં આવે તો તેવા સંજોગોમાં

*ગવર્ન્મેન્ટ* ના કાયદા અનુસાર *સર્વિસ ટેક્સ* મા જો કોઈ *બદલાવ* આવે તો
*પોલિસી* મા જ્યારે કોઈ *મેમ્બર* ની ઉમર *૨૫ થી ૨૬* માં જતી હોય તેવા સંજોગોમાં એ મેમ્બર ની પોલિસી *અલગ* કરવી પડશે અથવા શક્યતા હોય એવા સંજોગોમાં એ મેમ્બર ને *પ્રપોઝર* બનાવી દેવો પડશે

*નવા જન્મેલ* બાળકનું નામ *પોલિસી* મા *૯૦* દિવસ ના *વેઇટિંગ* પિરિયડ પછી *પ્રો-રાતા બેઝ* પ્રમાણે *પ્રીમિયમ* ભરીને *એડ* કરાવી શકાય છે.

*લગ્ન સંબંધ* થી જોડાયેલા *વ્યક્તિ નું નામ* કોઈપણ જાતના *વેઇટિંગ પિરિયડ* વગર *લગ્ન ની તારીખ* થી *પ્રો-રાતા* બેઝ પ્રમાણે *પ્રીમિયમ* ભરીને *એડ* કરાવી શકાય છે.

Address

436, Abhishek Arcade, Nr. Vastu Pujan Heights, Yogichowk
Surat
395010

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+918758989897

Website

Alerts

Be the first to know and let us send you an email when Himson Investments and Insurance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Himson Investments and Insurance:

Share