News4India

News4India News4india NEWS4INDIA is an gujarati news channel. Based in surat,gujarat. CEO :Sunil thakrea
MD: Sunil Prajapati

મુંબઈઃ ફિલ્મ એક્ટર જીતેન્દ્રના કઝિન અને 'સુર્યવંશમ'માં અમિતાભની પત્ની અને માનો રોલ કરનારી એક્ટ્રેસ જયા સુધાના 58 વર્ષીય ...
15/03/2017

મુંબઈઃ ફિલ્મ એક્ટર જીતેન્દ્રના કઝિન અને 'સુર્યવંશમ'માં અમિતાભની પત્ની અને માનો રોલ કરનારી એક્ટ્રેસ જયા સુધાના 58 વર્ષીય પતિ નિતિન કપૂરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે આજે 1 વાગીને 45 મિનિટે વર્સોવામાં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કુદીને મોતને વ્હાલું કર્યું હતું. કોકીલા બહેન હોસ્પિટલમાં ચાલતી હતી માનસિક સારવાર

તેમની બહેનના ઘરે રહેતા નિતિન કપૂરે છઠ્ઠામાળની ટેરેસના દરવાજાનો લોક તોડી મોતની છલાંગ લગાવી હતી. તેમજ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. ડિસીપી અશોક દુધેએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 18 વર્ષથી બેરોજગાર હતા અને ડિપ્રેશનમાં હતા. મૃતકની છેલ્લા એક મહિનાથી કોકીલા બહેન હોસ્પિટલમાં માનસિક સારવાર ચાલી રહી હતી. તેઓ જીતેન્દ્રના ફર્સ્ટ કઝિન તથા એક્ટ્રેસ અને રાજનેતા જયાસુધાના પતિ હતા. જયાસુધા અને નિતિને વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. તેમને શ્રેયાન અને નિહાર નામના બે દીકરાઓ છે. આ કેસમાં કોઈપણ બાબત શંકાસ્પદ લાગતી નથી.

ફેમિલી રહે છે હૈદરાબાદમાં
હાલ તેમનું ફેમિલી હૈદરાબાદમાં રહે છે અને તેમને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ફિલ્મ કરિયર
ઉલ્લેખનીય છે કે, નિતિન કપૂરે 1984માં રીલિઝ થયેલી રાજેશ ખન્ના અને રીના રોય સ્ટારર 'આશા જ્યોતિ'ના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં ફિલ્મ નિર્માતા તરીકે 'હેન્ડ્સ અપ'(2000), જીતેન્દ્ર અને રેખા સ્ટારર 'મેરા પતિ સિર્ફ મેરા હૈ'(1990)નું નિર્માણ કર્યું છે.

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'મોમ'નો ફર્સ્ટ લુક રીલિઝ થયો છે. નોંધનીય છે કે ગૌરી શિંદેની ફિલ્મ 'ઇંગ્...
15/03/2017

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'મોમ'નો ફર્સ્ટ લુક રીલિઝ થયો છે. નોંધનીય છે કે ગૌરી શિંદેની ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં પણ શ્રીદેવીના ખૂબ વખાણ કરાયા હતાં અને હવે તેની અપકમિંગ ફિલ્મ 'મોમ'માં ફરી તે માના રોલમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર રવિ ઉદ્યાવર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે અને બોની કપૂર પ્રોડ્યુસર હશે. શ્રીદેવીએ તાજેતરમાં જ સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે આ ફિલ્મનું પહેલું પોસ્ટર ફેન્સ સાથે શૅર કર્યું છે અને કેપ્શન આપ્યું છે કે, 'When a woman is challenged... Here's presenting the first look of MOM. .'

મુંબઈઃ રોહિત શેટ્ટીની 'ગોલમાલ' ગેંગ ફરી કમબેક કરવાની છે. 'ગોલમાલ 4'માં પરિણીતી ચોપરા છે. આ સિવાય ફિલ્મમાં તબ્બુ પણ મહત્વ...
15/03/2017

મુંબઈઃ રોહિત શેટ્ટીની 'ગોલમાલ' ગેંગ ફરી કમબેક કરવાની છે. 'ગોલમાલ 4'માં પરિણીતી ચોપરા છે. આ સિવાય ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં છે. તબુ મોટભાગે ગંભીર પ્રકારના રોલ માટે જાણીતી છે પરંતુ હવે તે કોમેડી ફઇલ્મમાં જોવા મળશે. પરિણીતીએ ફિલ્મની પૂરી કાસ્ટ સાથેની એક તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે અને કેપ્શન આપ્યું છે, We are ON!!! Shooting has started and its a blastttt already.

મુંબઈઃ 1 માર્ચના રોજ મૂળ ગુજરાતી એવા મનમોહન દેસાઈની પૂણ્યતિથિ હતી. જેને લઈ વેટરન ફિલ્મ પત્રકાર દિલીપ ઠાકુરે મનજી અંગે અન...
15/03/2017

મુંબઈઃ 1 માર્ચના રોજ મૂળ ગુજરાતી એવા મનમોહન દેસાઈની પૂણ્યતિથિ હતી. જેને લઈ વેટરન ફિલ્મ પત્રકાર દિલીપ ઠાકુરે મનજી અંગે અનેક રસપ્રદ વાતો લખી છે. હિન્દી ફિલ્મ જગતમાં અમુક એવા સફળ નિર્માતા-નિર્દેશક છે જેનું ક્યારેય પણ વિશ્લેષણ થયું નથી. તેણે કેટલી અને કઈ ફિલ્મ સુપરહિટ આપી તેનું મુલ્યાંકન થયું છે અને તેમાના એક છે. મનમોહન દેસાઈ! 1 માર્ચ 1994ના રોજ પોતાના ખેતવાડીના પ્રતાપ નિવાસની છત પરથી પડતા તેનું અવસાન થયું. કોઈ તેને આત્મહત્યા કહે છે. 26 ફેબ્રુઆરીના રોજ 58મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ તેના ત્રીજા દિવસે જ આ ઘટના બની. મ્યૂઝિક, મસ્તી, મનોરંજન, મેડનેસ અને મેજિક એટલે મનમોહન દેસાઈની ફિલ્મ્સ
મનમોહન દેસાઈને ઘણા 'ફન'મોહન નિર્દેશક માનતા હતા. ઘણા આજે પણ કહે છે કે, મ્યૂઝિક, મસ્તી, મનોરંજન, મેડનેસ અને મેજિક એવા પાંચ એમ ફેક્ટરની યોગ્ય કેમિસ્ટ્રી એટલે મનમોહન દેસાઈની ફિલ્મ્સ. તો ઘણા કહે છે કે, નોનસેન્સ ફિલ્મ્સનું સેન્સફુલ અંદાજ એટલે મનમોહન દેસાઈની ફિલ્મ સંસ્કૃતિ. પરંતુ તેનાથી આગળ ચાલીને પણ મનમોહન દેસાઈની ફિલ્મ્સને સ્વીકાર કરી શકાય છે. જો આપણે કહી કે તે સરરિયલસ્ટિક(અતિ યથાર્થવાદી) નિર્દેશક છે તો કદાચ અમુક લોકો ચોંકી જશે. તેમણે નિર્દેશક સલ્વોદર દાલીને ફોલો કર્યા એમ પણ કહી શકાય.
જ્યારે મનજીએ મેડિકલ સાયન્સના નિયમોને મુક્યા નેવે
કોઈ અતિ શયોક્તિ ભરેલી ઘટનાને સ્ક્રિન પર સાકાર કરતી વખતે ઓડિયન્સને કન્વીન્સ કરવામાં હંમેશા સફળ રહેતા હતા. તે વાસ્તવવાદથી દૂર તો હતું પણ તે જ અતિશયોક્ત મનોરંજનને ઓડિયન્સે કોઈપણ શરત કે તકરાર વિના સ્વીકાર્યું. તે પછી 'અમર અકબર એન્થોની'માં એક જ સમયે વિખુટા પડેલા ભાઈઓ એક જ સમયે પોતાની માને રક્તદાન કરે છે, તેમને તે સમય ખબર નથી કે તે તેની મા છે. આ મેડિકલ સાયન્સ મુજબ શક્ય નથી. આવું કોઈ વિચારી શકે પણ નહીં, પણ મનજી આવું બતાવતા પણ હતા અને આવા દ્રશ્યોમાં સિનેમાઘરોમાં તાળીઓ પણ પડતી હતી.

મુંબઇઃ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'પદ્માવતી'ના સેટ પર આગ લાગી છે. કોઇ અજાણ્યા વ્યક્તિઓએ સેટ પર આગ લગાવી હતી...
15/03/2017

મુંબઇઃ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'પદ્માવતી'ના સેટ પર આગ લાગી છે. કોઇ અજાણ્યા વ્યક્તિઓએ સેટ પર આગ લગાવી હતી અને ફરાર થઇ ગયા હતાં. નોંધનીય છે કે આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ પહેલા પણ જયપુરમાં ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાળી સાથે મારપીટ કરવામાં આવી હતી.
થયું અઢળક નુકસાન
-કોલ્હાપુરમાં ફિલ્મ 'પદ્માવતી'નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ઘટના રાતે સાડા દસ વાગ્યા આજુબાજુની છે. જ્યારે અજાણ્યા વ્યક્તિઓએ આગ લગાવી હતી. ફિલ્મનો સેટ સમગ્ર રીતે બળી ચૂક્યો છે અને અઢળક નુકસાન થયું હોવાનું જણાઇ રહ્યું છે.
મારપીટની ઘટનાથી રદ્દ કરાયું હતું શૂટિંગ
નોંધનીય છે કે રાજસ્થાનમાં કરણી સેના નામના એક સંગઠને તાજેતરમાં જ સંજય લીલા ભણશાળી સાથે મારપીટ કરી હતી. તેમને ફિલ્મની સ્ટોરી અને સીન્સ સામે વાંધો હતો અને તેમનું કહેવું હતું કે ફિલ્મ ડિરેક્ટર ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે. આ સંગઠને આરોપ લગાવ્યા હતાં કે ફિલ્મમાં રાણી પદ્માવતીને સારી રીતે દર્શાવવામાં આવ્યા નથી. જોકે, ભણશાળીએ આ દરેક આરોપોને નકાર્યા હતાં. સંજય લીલા ભણશાળી સાથે બનેલી મારપીટની ઘટના પછી ફિલ્મના શૂટિંગને રદ્દ કરાયું હતું.
આ પહેલા પણ સંજય લીલા ભણશાળી બની ચૂક્યા છે ભોગ
ભણશાળીની ફિલ્મ્સના સેટ પર આ પહેલા પણ આગ લગાવવામાં આવી હતી. આ પહેલા તેની ફિલ્મ 'બ્લેક', 'હમ દિલ દે ચૂકે સનમ' પણ આ પ્રકારના કૃત્યનો ભોગ બની ચૂકી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન આજકાલ પોતાની ફિલ્મ 'બેગમજાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે વિદ્યા બાલ...
15/03/2017

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન આજકાલ પોતાની ફિલ્મ 'બેગમજાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે વિદ્યા બાલન કોલકાતા ગઈ ત્યારે એરપોર્ટ પર તેની છેડતી કરવામાં આવી હતી. જેને લઈને વિદ્યાએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે પબ્લિક પ્રોપર્ટી નથી.

ફૅને કર્યું ખરાબ વર્તનઃ
વિદ્યા એરપોર્ટ પર હતી ત્યારે એક ચાહકે સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. આવામાં વિદ્યાએ ચાહકનું મન રાખવા માટે હા પાડી અને ફોટો પડાવવા લાગી હતી. જોકે, આ સમયે તે વ્યક્તિએ વિદ્યાના ખભા પર હાથ મૂક્યો તથા ખોટી રીતે તેને ટત કરી હતી. આના પર વિદ્યા ગુસ્સે થઈ હતી અને બધાની વચ્ચે જ તેને ખખડાવતા બૂમો પાડીને કહેવા લાગી હતી કે મર્યાદામાં રહો, આ તું શું કરે છે.

પબ્લિક પ્રોપર્ટી નથીઃ વિદ્યા બાલન
આ ઘટનાથી વિદ્યા ઘણી જ દુઃખી થઈ હતી. તેણે એક લિડિંગ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક અજાણી વ્યક્તિ પછી તે યુવક હોય કે યુવતી, તમે અસહજ થઈ જાવ છો. તેઓ પબ્લિક ફિગર છે પરંતુ પબ્લિક પ્રોપર્ટી નહીં.

મુંબઈઃ માજિદ મજીદીની પહેલી ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ 'Beyond The Clouds'માં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને નવા ચહેરા મ...
15/03/2017

મુંબઈઃ માજિદ મજીદીની પહેલી ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ 'Beyond The Clouds'માં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને નવા ચહેરા માલવિકા મોહનને રિપ્લેસ કરી છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ આ રોલ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ માટે દીપિકાએ મુંબઈના ધોબી ઘાટ પર સ્ક્રિન ટેસ્ટ પણ આપ્યો હતો. અહીં દીપિકા એક ગરીબ છોકરીના રોલમાં કપડા ધોતી જોવા મળી હતી. પરંતુ મજીદી એક ફ્રેશન ચહેરો ઈચ્છતા હતા, આ ફિલ્મમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર ડેબ્યુ કરી રહ્યો છે. જેમાં તે માલવિકાના ભાઈના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી ભાઈ-બહેનની રિલેશનશીપ આધારિત છે. ઉલ્લેખનીય છે કે, માલવિકા મોહનન જાણીતા કોરિયોગ્રાફર કે.યુ મોહનની દીકરી છે. થોડા વર્ષ પહેલા તેણે મલયાલમ ફિલ્મ્સથી શરૂઆત કરી હતી.

મુંબઈઃ 'બાહુબલી 2'નું ટ્રેલર 16 માર્ચના રોજ રીલિઝ થવાનું છે. આ ટ્રેલરની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જોકે, 'બાહ...
15/03/2017

મુંબઈઃ 'બાહુબલી 2'નું ટ્રેલર 16 માર્ચના રોજ રીલિઝ થવાનું છે. આ ટ્રેલરની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જોકે, 'બાહુબલી'ના બીજા ભાગનું ટ્રેલર રીલિઝ થયા તે પહેલાં આપણે 'બાહુબલી'ના પહેલાં ભાગની ખાસ વાતો જાણીએ. 'બાહુબલી' માટે પ્રભાસને 20 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હતી. આટલું જ નહીં સાઉથની આ પહેલી ફિલ્મ હતી, જેના હિંદી વર્ઝને 100 કરોડથી વધુની કમાણી કરી હતી.

મુંબઈઃ 'તારક મહેતા...'ની ગ્લેમરસ બબિતાજી એટલે કે મુનમુન દત્તા વર્ક આઉટ કરીને પોતાના ફિગરને મેઈનટેઈન કરે છે.પ્રાણીઓ પર વર...
15/03/2017

મુંબઈઃ 'તારક મહેતા...'ની ગ્લેમરસ બબિતાજી એટલે કે મુનમુન દત્તા વર્ક આઉટ કરીને પોતાના ફિગરને મેઈનટેઈન કરે છે.

પ્રાણીઓ પર વરસાવે છે પ્રેમઃ
બબિતા એનિમલ લવર છે. બબિતા જ્યાં પણ જ્યાં ત્યાં પપીઝને રમાડવા લાગે છે.

દેશ-દુનિયા ફરવાનો છે શોખઃ
હાલમાં જ બબિતા 15 દિવસ માટે પેરૂ ફરવા ગઈ હતી. તે પહેલાં મુન મુન લદ્દાખ ગઈ હતી. લંડન, સ્વીડન, આઈસલેન્ડ, ઈટાલી એમ વિવિધ દેશોમાં ફરવા ગઈ હતી. બબિતાને ટ્રાવેલનો ઘણો જ શોખ છે અને તેને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે ફરવા નીકળી પડે છે.

મુંબઇઃ 'બિગ બોસ'માં સૌથી કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ રહેલા સ્વામી ઓમ ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્યા છે. આ પાછળનું કારણ તેમન...
15/03/2017

મુંબઇઃ 'બિગ બોસ'માં સૌથી કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ રહેલા સ્વામી ઓમ ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્યા છે. આ પાછળનું કારણ તેમની માનેલી દીકરી પ્રિયંકા જગ્ગા સાથે શો પછી પણ રિલેશન રાખ્યાં તે છે. તાજેતરમાં જ ઓમ સ્વામી કન્ટેસ્ટન્ટ પ્રિયંકા સાથે જોવા મળ્યા હતાં. પ્રિયંકાએ ખાસ હોળી પાર્ટી માટે ઓમ સ્વામીને આમંત્રણ આપ્યું હતું. ઓમ સ્વામીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને પાર્ટીમાં પહોંચ્યા હતાં. તેમણે પ્રિયંકાની ફેમિલી સાથે ડાન્સ સાથે હોળી એન્જોય કરી હતી. નોંધનીય છે કે ઓમ સ્વામી પર રેપ એટેમ્પ્ટનો કેસ ચાલી રહ્યો છે અને હાલ તેઓ જામીન પર બહાર છે.
ફેમિલી સાથે કર્યો ડાન્સ
ઓમ સ્વામીએ પ્રિયંકાની હોળી પાર્ટીમાં ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન ઓમ સ્વામીએ તેના ફેમિલી સાથે ડાન્સ પણ એન્જોય કર્યો હતો. જેનો વીડિયો પ્રિયંકાના ભાઇ સમીરે ફેસબુક પર શૅર કર્યો છે.
પ્રિયંકાને દીકરી માને છે ઓમ સ્વામી
ઓમ સ્વામી પ્રિયંકા જગ્ગાને પોતાની દીકરી માને છે. 'બિગ બોસ'માં તેઓ પ્રિયંકાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતાં. પછી ભલે પ્રિયંકા પોતાની રીતે ખોટી જ કેમ ના હોય. જોકે, પ્રિયંકાએ શોમાં કહ્યું હતું કે એ તેમને પિતા નથી માનતી. પરંતુ હવે તેઓ હોળી દરમિયાન સાથે જોવા મળ્યા છે તે બન્ને વચ્ચેનું બોન્ડિંગ બતાવે છે.
આ કારણે શોમાંથી કરાયા હતાં બહાર
શોમાં સ્વામી ઓમ અને વીજે બાની વચ્ચે કેપ્ટન્સી માટે મુકાબલો થયો હતો. ટાસ્ક દરમિયાન સ્વામીએ પોતાની દરેક હદો પાર કરી હતી અને બાઉલમાં પેશાબ કરી બાની પર ફેંક્યો હતો. ઓમ સ્વામીની આ હરકત પર ઘરના દરેક મેમ્બર્સ તેના વિરૂદ્ધ થયા હતાં. દરેક મેમ્બર્સે સાથે મળીને તેમને જબરજસ્તીથી જેલમાં બંધ કર્યા અને 'બિગ બોસ'ને કડક એક્શન લેવાનું કહ્યું હતું. આ ધમાલ પછી ઓમ સ્વામીને ઘરમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ યાદ છે? માધવીભાભી તથા આત્મારામ ભીડેની પુત્રી અને ટપુડાના દરેક તોફાનની સાક...
15/03/2017

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ યાદ છે? માધવીભાભી તથા આત્મારામ ભીડેની પુત્રી અને ટપુડાના દરેક તોફાનની સાક્ષી બનતી સોનુ એટલે કે ઝીલ મહેતાએ પોતાની 10માં ધોરણની પરીક્ષાને કારણે 'તારક મહેતા..' સીરિયલ છોડવાનું નક્કી કર્યું હતું. થોડાં સમય પહેલાં ઝીલ મહેતા સાથે વાત કરી હતી.

માત્ર નવ વર્ષની ઉંમરે 'તારક..'માં કામ કરવાની કરી હતી શરૂઆતઃ
ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

19 વર્ષની થઈ ઝીલઃ
હવે, ઝીલ 18 વર્ષની થઈ ગઈ છે. ઝીલએ કહ્યું હતું કે 'તારક મહેતા..' શો સાથે સંકળાયેલી તમામ યાદો તેને યાદ છે. આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું. બોર્ડ એક્ઝામમાં તેને 93.33% પર્સેન્ટેજ આવ્યાં અને તેને પોતાના નિર્ણય પર ગર્વ થયો હતો.

સાયન્સને બદલે લીધું કોર્મસઃ
ઝીલે કહ્યું હતું કે બોર્ડ એક્ઝામમાં 93.33% આવ્યા બાદ બધાને એમ જ લાગતું હતું કે તે મેડકિલમાં જશે અને ડોક્ટર બનશે. જોકે, તેને પણ મેડિકલમાં જવું હતું પરંતુ પછી તેણે કોર્મસ લીધું. હાલમાં તે NMMIS યુનિવર્સિટીમાંથી બીબીએ કરે છે. તે વિદેશમાં જઈને MBA કરવા માંગે છે. જોકે, હજી સુધી તેણે નક્કી નથી કર્યું કે તે ફાયનાન્સ કે પછી માર્કેટિંગમાં એમબીએ કરશે.

દીકરી નહીં દિકારાની જેમ છે ઉછેરીઃ
નલીને કહ્યું હતું કે ઝીલ ઘણી જ ઈનોસન્ટ તથા ઈન્ટેલિજન્ટ ગર્લ છે. જીવનમાં તેણે શું કરવું છે, તે તેને ખ્યાલ છે. તેની પર પરિવારને ગર્વ છે. તેણે જે કરવું હોય તે કરે, પરિવાર હંમેશા તેની સાથે છે. નાનપણમાં તે ઘણી જ ઈનોસન્ટ હતી. સમય જતાં તે મેચ્યોર થઈ. ઝીલ જેવી દીકરી પર તેમને ગર્વ છે. તેને ક્યારેય દીકરીની જેમ નહીં પરંતુ દિકરાની જેમ જ ઉછેરી છે.

પ્રણવપારિજાત ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરતના ગીતા જોષી અને વડોદરાના ...
15/03/2017

પ્રણવપારિજાત ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરતના ગીતા જોષી અને વડોદરાના દીપક ક્ષીરસાગર પ્રસ્તુતિ કરી હતી. જેમાં પ્રથમ ગીતા જોષીએ ગાયનની પ્રસ્તુતિ કરી હતી. ગીતા જોષીએ રાગ રાગેશ્રીમાં બડા ખ્યાલ તેમજ છોટા ખ્યાલની પ્રસ્તુતિ વિલંબિત એકતાલમાં કરી હતી ત્યાર બાદ રાગ દેશમા ઢુમરીની પ્રસ્તુતિ આપી હતી. દીપક ક્ષીરસાગર રાગ હેમંતમાં વિલંબિત ત્રિતાલમાં આલાપ જોડ ઝાલા તેમજ વિલંબિત ત્રીતાલમાં ગતની પ્રસ્તુતિ કરી હતી. ત્યાર બાદ રાગ તીલક કામોદની બંદીશની પ્રસ્તુતિ કરી હતી

Address

2/13, 2nd Floor, Khetodra Colony, Opp. Empire State Building, Udhna Darvaja, Ring Road, Surat
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when News4India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News4India:

Share