09/08/2026
GECOCSL,ગુજરાત રાજ્યના હેડ ઓફિસ મેનેજરશ્રી જે.એચ.રાજપૂત એ ગુજરાત રાજ્ય સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર,મહેસાણામાં ૫૮ મી બેચમાં DCM (ડિપ્લોમા ઇન કો ઓપરેટીવ મેનેજમેન્ટ)કોર્ષ કેન્દ્રમાં પ્રથમ ક્રમે પરીક્ષા પાસ કરતાં " શ્રી ઘનશ્યામભાઈ અમીન એવોર્ડ " એનાયત કરવામાં આવ્યો.આ અવસરે ઉપસ્થિત રહેવાનું થયું. જો કે વિશેષ આનંદ એ પણ છે કે અમારી સંસ્થાના ત્રણે કર્મચારીઓ એ આ કોર્ષ સાથે ચાલુ વર્ષે બે કર્મચારીઓએ " ઉદયભાણસિંહજી રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો. ઓપરેટીવ મેનેજમેન્ટ,ગાંધીનગર " થી ૩૪મી બેચમાં HDCM (હાયર ડિપ્લોમા ઇન કો ઓપરેટીવ મેનેજમેન્ટ)ડિગ્રી પણ ડિસ્ટીકશન માર્કસ થી પાસ કરેલ છે તે તમામ કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.