22/09/2019
આજે મોદી સરકારે વધુ એક બોલ્ડ સ્ટેપ લઇ કોર્પોરેટ ટેક્ષ એટલે કે ઉદ્યોગો પરનો ઇન્કમ ટેક્ષ વિશ્વનાં બીજા દેશોની સમક્ક્ષ કરી, મહાસત્તા બનવા તરફનું વધુ એક સ્ટેપ લીધું. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા ખુબ ઝડપથી એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે.
આજનાં સ્ટેપને સામાન્ય વ્યક્તિ સરળતાથી સમજી નહી શકે. એમણે એટલું જ સમજવું કે આ પગલા નું મહત્વ હમણાં ૭૨ વર્ષે જે રીતે આતંકીઓને જવાબ આપવા પાકિસ્તાનને એના ઘરમાં ઘુસીને મારવાની, ૩૭૦ રદ કરવાની હિમ્મત મોદી સરકારે કરી એટલુ જ મહત્વ આ પગલાનું છે. હા એનું ક્ષેત્ર આર્થિક છે એટલે કોમન લોકોને એને સમજવામાં સરળતા ના રહે. આને વ્યવસ્થિત રીતે સમજીએ.
કોઈ પણ કંપની એની પ્રોડક્ટ બનાવે એટલે એની કિંમતમાં એને બનાવવા લાગુ પડતી મૂડીનું વ્યાજ સરકારી ટેક્ષ અને લેબર કોસ્ટ એ એની મુખ્ય કોસ્ટ હોય છે. આ તમામ જેટલા નીચા હોય તેટલી વસ્તુની કિંમત નીચી રહે, અને તો એની ખપત વધી જાય. તેથી માંગ વધવા સામે પુરતો પુરવઠો ના હોઈ એને બનાવવા વધુને વધુ ફેકટરીઓ ઉત્પાદન એકમો, એના વિતરણની ચેઈન વગેરે વધાર્યા કરવું પડે. એને લીધે ખાસી બધી નોકરીઓ જનરેટ થાય. એ નોકરીઓ મેળવનાર યુવકો પણ નવું ઘર, ઘરમાં ટીવી ફ્રીજ સહિતની વસ્તુઓ, કપડા, કરીયાણું, બાઈક કે કાર વગેરે જીવન જીવવા માટે તથા લાઈફ સ્ટાઈલ જાળવવા માટેની વસ્તુની ખરીદી ભરપુર માત્રામાં ચાલુ કરે અને એમની આ ખરીદીથી એ બધી ચીજો બનાવનાર વધુ ને વધુ ફેકટરીઓ બનાવવી પડે અને એમાં પણ વધુ નોકરીઓ પેદા થાય. આમ એક પછી એક ચક્ર ચાલવા લાગતા ઈકોનોમી ફૂલ ગીયરમાં દોડવા લાગે.
આઝાદીથી અત્યાર સુધી આપણે વધુ વ્યાજ દર, વધુ સરકારી ટેક્ષ અને ઓછો લેબર રેટ મોડેલ ચલાવતા હતા, જે ત્રણે આ ચક્રને ધીમું પાડતા સ્ટેપ હતા. અત્યાર સુધીની સરકારો એમાં બહુ સ્લો સ્પીડથી ઘટાડો કરતી હતી, તે મોદી સરકારે પ્રથમ જીએસટી લાગુ પાડી ઉત્પાદન પર લાગતા ટેક્ષમાં ખાસો ઘટાડો કરી એને વિશ્વનાં અન્ય દેશોની સમકક્ષ લાવવામાં ખાસી સફળતા મેળવી. જીએસટી પણ એક બોલ્ડ ડીસીઝન હતો, હવે આ કોર્પોરેટ ટેક્ષ પણ એક વખતે ૯૦ નાં દશક સુધી બધું મળી ૪૫ થી ૫૦% ની ઉપર હતો તે આ સરકારે અડધા જેટલો કર્યો. મતલબ હવે ઉત્પાદન અને સેવા પર લાગતો ટેક્ષ ખર્ચ ખાસો ઓછો આમ તો હાલ કરતા અડધા જેટલો કર્યો. આની પોઝીટીવ અસર હવે આવનારા વર્ષો માં દેખાશે.
આ સુધારાઓ સાથે છેક હવે ૭૨ વર્ષ પછી ભારતની પ્રોડક્ટ પ્રાઈસ વિશ્વનાં બજારોમાં ભારે કોમ્પીટીટીવ થવાથી એક્ષ્પોર્ટ ભારે પ્રમાણમાં વધી જશે. ભારતના ઉદ્યોગો હવે લેવલ પ્લેયિંગ ફિલ્ડ મેળવતા થશે. મતલબ વિશ્વ સમકક્ષ સરખી હરીફાઈમાં ઉતરતા થયા.
બાકી અત્યાર સુધી આપણા ટેક્ષ રેટ અને મૂડી પરનાં વ્યાજનો દર એટલા બધા ઉંચા હતા અને બીજા હરીફ દેશો ખાસ કરીને ચીન અને તેવા બીજા દેશોનાં ખાસા નીચા હતા, તેથી તેમની પ્રોડક્ટની પ્રાઈસ કરતા આપણી ઉત્પાદન પ્રાઈસ ઉચી રહેતી હતી, તેથી કોમ્પીટીશનમાં આપણા ઉદ્યોગો ટકી નહોતા શકતા. જ્યારે આપણા ઉત્પાદનોની ક્વોલિટી એ દેશો કરતા ઘણી સારી છે. તેમ છતાં ઉંચી કિંમતોને લીધે પાછળ રહી જતા હતા. એ પ્રોબ્લેમ છેક હવે મોદી રાજમાં સમાપ્ત થવા તરફ જઈ રહ્યો છે.
આ ઉપરાંત કંપનીઓ કેશ રીચ પણ બનશે. ઓછા ટેક્ષ રેટથી કંપનીઓ પાસે સરકારને ટેક્ષ સ્વરૂપે પૈસા આપી દેવાને બદલે એમની પોતાની પાસે ખાસા નાણા બચશે. જેને લીધે તેઓ નવા પ્રોજેક્ટ નાખવા માટે આ નાણા રોકાણમાં સરળતા અનુભવશે અને નવા સાહસો કરતા ખચકાશે નહી. જે એનો સહુથી મોટો ફાયદો છે. સરકાર કરતા પ્રાયવેટવાળા જ નાણાને કોઈ સારી જગ્યાએ સારી રીતે ઉચી કાર્ય ક્ષમતાથી રોકી શકે.
સરકારે હવે લેબર કોસ્ટને ખાનગી ક્ષેત્રે ઉચી લાવવાની જરૂરી છે. સ્મોલ મીડીયમ યુનિટ્સ માં અપાતા પગારો સરકારી પગારો સમકક્ષ ફરજીયાત કરવાની જરૂર છે. વસ્તુની કિંમતમાં લેબર કોસ્ટનો પાર્ટ કેટલાક અતિશય લેબર ઇન્ટેન્સીવ ઉદ્યોગો કે સર્વિસ સિવાય ખાસ એટલો બધો હોતો નથી. તેથી એ વધારવાથી મતલબ ડબલ ટ્રીપલ કરી દે તો પણ વસ્તુની કિંમતો એટલી વધે નહી અને કદાચ વધે તો થોડા પ્રમાણમાં ફુગાવો વધે, પરંતુ સામે લોકોની ખરીદશક્તિ એટલી બધી વધી જશે કે એના લીધે આવતી ડીમાન્ડ ઈકોનોમીને ખુબ ઉંચાઇ પર લઇ જશે. હાલ કોન્ટ્રાકટ મેન્યુફેક્ચરિંગ, કોન્ટ્રાક્ટ લેબર, આઉટ સોર્સિંગનાં નામે શોષણવાળા મામુલી પગારો આપી લો કોસ્ટ ઈકોનોમી તરફ જવાની વાતો ખોટી છે.
આ હાલની જીડીપી ગ્રોથ ડાઉન આવવાની સમસ્યા અથવા સ્લો ઈકોનોમીની સમસ્યાનું મૂળ આ છે. જે મોટા ભાગનાં ઈકોનોમિસ્ટની ધ્યાન બહાર છે. બજારમાં લોન લઇ ઘર કે કાર ખરીદી શકે, બીજી ખરીદી કરી શકે, તેટલી આવકવાળા નવા યુવાઓની સંખ્યા ખુબ ઓછી છે. તેથી ડીમાન્ડ વધતી નથી અને ઈકોનોમી સ્લો ડાઉનમાં જઈ રહ્યું છે. હાલ નવી પેદા થતી નોકરીઓમાં સરકારી નોકરીઓ સાવ ઓછી, જ્યારે મોટા ભાગની કદાચ ૯૦% ઉપર નોકરીઓ ખાનગી ક્ષેત્રે પેદા થાય છે.
તેથી એમાં કામ કરનાર ખુબ મોટા ભાગનાં યુવાઓનાં હાથમાં પગારો ખુબ ઓછા હોવાથી પુરતો પૈસો જ વાપરવા માટે ના હોય, તો એમના થકી ડીમાન્ડ જ કેમની ઉભી થાય ?
નવી નોકરીએ લાગનાર મોટા ભાગનાં યુવાઓને સરખો સારો પગાર મળતો નથી અને એમનું ભારે શોષણ થઇ રહ્યું છે. હાલનાં મીનીમમ વેજનો પણ અમલ પૂરતા પ્રમાણમાં નથી થતો. મીનીમમ વેજ સીધો ટ્રીપલ કરી દેવા જેવો છે, અને એનો ખુબ કડક અમલ કરાવવામાં આવે તો ભારત નું ૫ ટ્રીલીયન ઈકોનોમીનું સ્વપ્ન ખુબ વહેલું પૂરું થાય તેમ છે.