Dr. Bhimrav Credit Co. Society

Dr. Bhimrav Credit Co. Society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Bhimrav Credit Co. Society, Credit Union, Lunawada.

તા: ૩૧/૦૫/૨૦૨૬ ના રોજ ડૉ.ભીમરાવ ક્રેડિટ કૉઓપરેટિવ સોસાયટી લી., વરધરીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.સભામાં સૌ પ્રથમ મં...
01/06/2026

તા: ૩૧/૦૫/૨૦૨૬ ના રોજ ડૉ.ભીમરાવ ક્રેડિટ કૉઓપરેટિવ સોસાયટી લી., વરધરીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.
સભામાં સૌ પ્રથમ મંડળીના સલાહકાર શ્રી આર.કે..પરમારે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.
આ સાધારણ સભામાં મંચસ્થ મહાનુભાવોમાં અધ્યક્ષ તરીકે માનવ સેવા મંદિર, વીરપુરના ટ્રસ્ટી શ્રી સી.પી.માયાવંશીએ ઉપસ્થિત રહીને મંડળી અને આયોજકોની પ્રશંસા કરી, મંડળીને ૫૦ સભાસદ અપાવીને મંડળીને પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી. અતિથિ વિશેષ તરીકે ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી હિરેન પટેલ ઉપસ્થિત રહીને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંડળીના ચેરમેન ડૉ.પ્રવીણ અમીન અને સેક્રેટરી શ્રી વિનુભાઈ વણકર અને ૧૦૦ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં સૌ પ્રથમ વાર્ષિક અહેવાલ અને હિસાબો, ઓડિટ રિપોર્ટ વગેરેનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાર્યસૂચિ પ્રમાણે કામગીરી કરવામાં આવી હતી. સભાએ તેને બહાલી આપી હતી.
ત્યારબાદ છેલ્લા એક વર્ષમાં સરકારી નોકરી મેળવનાર અને પીએચ.ડી. થનાર હોનહાર વ્યક્તિઓનું શાલ, ટ્રોફી અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૫-૨૬ માં સામેલ સભાસદોને ડિવિડન્ડ અને નફાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટીલના મગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.
આ મંડળીમાં હાલ નોંધાયેલા પ્રમાણે ૧૮૫ સભાસદો દર મહિને પોતાની નિયમિત ઓનલાઈન બચત કરે છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષના હિસાબો અને અહેવાલ પ્રમાણે ₹૮૧,૦૦,૦૦૦/- નું ટર્નઓવર કર્યું છે. સાત વર્ષના આંકડાઓ જોતા મંડળી એક હરણફાળ ભરી છે.
અંતમાં કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ જી. વણકરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી નરેન્દ્રભાઈ જે. માયાવંશીએ કર્યું હતું. અંતે સૌ સાથે પ્રીતિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.

ડૉ.ભીમરાવ ક્રે. કો. સોસાયટી લી., વરધરીની પાંચમી વાર્ષિક સાધારણ યોજાઈ...મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરીમાં ડૉ.ભી...
07/06/2024

ડૉ.ભીમરાવ ક્રે. કો. સોસાયટી લી., વરધરીની પાંચમી વાર્ષિક સાધારણ યોજાઈ...
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરીમાં ડૉ.ભીમરાવ ક્રે. કો. સોસાયટીની પાંચમી વાર્ષિક સાધારણ તારીખ ૦૨/૦૬/૨૦૨૪ ને રવિવારે યોજાઈ હતી. આ બચત ધિરાણ મંડળી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. તેમા સમાજના ૧૧૨ જેટલા સભાસદો મહિને પોતાની બચત જમા કરાવીને સમાજમાં જરૂરિયાત લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું કામ કરે છે. આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
તેમા પાંચ વર્ષ પૂરા થતાં હોવાથી વ્યવસ્થાપક કમિટીના માર્ગદર્શન હેઠળ દરેક સભસદને ડૉ.બાબા સાહેબના ફોટા અને તેમના નામનું પ્રિન્ટિંગ કરાવી ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા. આ મંડળીના સ્થાપક અને ચેરમેન ડૉ.પ્રવીણ અમીન Dr. Pravin Amin નાનેતૃત્વમાં એક સોવેનિયર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમા મંડળીનો સમગ્ર અહેવાલ રજૂ કરાયો હતો તેમજ ઇચ્છુક સભાસદોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. મંડળીનું એજન્ડા મુજબનું કામકાજ અને વાર્ષિક સરવૈયું સોસાયટીના સેક્રેટરી શ્રી વિનુભાઈ વણકરે રજૂ કર્યું હતું. જેને સૌ સભસદોએ આવકાર્યું હતું. સોસાયટીના સલાહકાર શ્રી આર.કે.પરમારે મંડળીથી થતાં આર્થિક ફાયદાઓ વિશે જણાવ્યું અને હજુ પણ તેનો વ્યાપ તેવી આશા વ્યક્ત કરી હતી. આ મંડળી થકી છેલ્લા પાંચ વર્ષમાં અનેક સભસદોને આર્થિક મદદ મળી છે અને આ મંડળી એક હરણ ફાળ ભરી રહી છે તેમા ડૉ.પ્રોફે.પ્રવીણ અમીનનો સિહફાળો છે. સોસાયટીના સિનિયર સભાસદ શ્રી નાનજીભાઈ વણકર સભા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાનું સંચાલન સોસાયટીના ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ માયાવંશી Narendra Mayavanshi એ કર્યું હતું. સભામાં ઉપસ્થિત સભાસદોએ રજૂ કરેલા પ્રશ્નોનના ડૉ.પ્રવીણ અમીને સંતોષકારક જવાબ આપી મંડળીની વિશ્વસનીયતા જાળવી રાખી હતી જેથી કરીને સૌનો વિશ્વાસ ખુબ વધ્યો હતો. અંતે સૌ સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા.

તા:૨૮/૦૫/૨૦૨૩ રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે ડૉ.ભીમરાવ ક્રે.કો. સોસાયટી લી. વરધરી(બચત અને ધિરાણ મંડળી)ની ચતુર્થ વાર્ષિક સાધાર...
29/05/2023

તા:૨૮/૦૫/૨૦૨૩ રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે ડૉ.ભીમરાવ ક્રે.કો. સોસાયટી લી. વરધરી(બચત અને ધિરાણ મંડળી)ની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા આઇ.ટી.આઇ કૉલેજ વરધરી ખાતે શ્રી ઈંગીત ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
સૌ પ્રથમ મંડળીના સક્રિય સભાસદ શ્રી આર.કે.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી મંડળીની ગતિવિધિથી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગોધરાથી આવેલા ખૂબ અનુભવી ઓડિટર શ્રી મનોજભાઈ જોશી દ્વારા એજન્ડા પ્રમાણે મિટિંગ શરૂ કરવામાં આવી હતી. તેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેવા કે ૯૦ સભાસદોની બચતથી ચાલતી અને પાંચમા વર્ષમાં પ્રવેશ પામેલી આ મંડળીમાં ૨૪ લાખનું ટર્નઓવર થયું છે. તેમાં સૌએ સર્વાનુમતે સહમતી દર્શાવી ઠરાવો કરવામાં આવ્યા હતા.
પછી મંત્રી શ્રી વિનુભાઈ વણકરે મિટિંગની સમરી કરી સૌને ટેક્નોલોજીનું માર્ગદર્શન આપ્યું હતું.
ત્યાર બાદ મંડળીના આદ્ય સ્થાપક અને પ્રમુખ ડૉ.પ્રવીણ અમીન દ્વારા વહીવટીય માર્ગદર્શન આપી ભવિષ્યમાં કરવાની કામગીરીની અને સુધારાઓની વાતો કરવામાં આવી હતી.
આ મિટિંગમાં ૨૬ સભાસદ ઉપસ્થિત રહ્યા અને પ્રમુખ શ્રી ડૉ.પ્રવીણ અમીનને સુચારુ વહીવટ માટે અભિનંદન આપ્યા. તેમાંથી મુકેશભાઈ , રાજેશભાઈ વગેરેએ પોતાના સૂચનો અને પ્રતિભાવો આપ્યા હતા. અંતે સુચારુ સંચાલન અને આભાર દર્શન રમેશભાઈએ કર્યું હતું.
નાસ્તો અને આઇસ્ક્રીમ લઈ સૌ સભાસદ મિત્રો છુટા પડ્યા હતા.

Dr. Pravin Amin

Address

Lunawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Bhimrav Credit Co. Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr. Bhimrav Credit Co. Society:

Shortcuts

Share

Category