The Junagadh Commercial Co-Operative Bank Ltd

The Junagadh Commercial Co-Operative Bank Ltd Leading Co Op Bank

આજ રોજ જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી એસ. આર. ઓડેદરા સાહેબ આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ. ની શુભે...
28/07/2026

આજ રોજ જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી એસ. આર. ઓડેદરા સાહેબ આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ. ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે બેન્કના પથદર્શક શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા એસ.પી. સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન બેન્કની સ્થાપના પછીથી આજદિન સુધીની વિકાસયાત્રા, ગ્રાહકલક્ષી સેવાઓ, આધુનિક બેન્કિંગ સુવિધાઓ, સહકારી ક્ષેત્રમાં બેન્કના નોંધપાત્ર યોગદાન તેમજ ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેન્ક દ્વારા પારદર્શિતા, વિશ્વસનીયતા અને સેવાભાવી અભિગમ સાથે સતત પ્રગતિના નવા સોપાનો સર કરવામાં આવી રહ્યા છે, તેની રૂપરેખાથી એસ.પી. સાહેબ પ્રભાવિત થયા હતા.

શ્રી એસ. આર. ઓડેદરા સાહેબે બેન્કની વણથંભી વિકાસયાત્રા, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સહકારી ક્ષેત્રમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે બેન્કના ચેરમેનશ્રી, ડિરેક્ટર મંડળ, અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને અભિનંદન પાઠવતાં ભવિષ્યમાં પણ બેન્ક ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

The Junagadh Commercial Co-Operative Bank Ltd

17/07/2026

અષાઢી બીજ ના પાવન પર્વ ના રોજ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નું ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લી ના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા ના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક શાખા ખાતે ભવ્ય આતશબાજી થી અને ફુલ હારથી સ્વાગત કરવામાં આવેલ અને રથયાત્રા માં સામેલ ભાવિક ભક્તજનોને ડ્રાયફ્રુટ દૂધ ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવેલ આ તકે બેન્ક ના ડિરેક્ટરો શ્રી યોગીભાઈ પઢિયાર, શ્રી મનસુખભાઈ વાજા, શ્રી જે. કે. લુખ્ખા ઉપસ્થિત રહેલ અને બેન્ક ના એમ.ડી. અને સી. ઈ. ઓ. શ્રી રાજેશભાઈ મારડિયા ના માર્ગદર્શન હેઠળ ડી.જી.એમ. શ્રી ઓ શ્રી શૈલેષ લાખાણી, શ્રી રૂપેશ દેવાણી, શ્રી પ્રકાશ ભટ્ટ અને અન્ય કર્મચારીઓ એ પણ રથયાત્રા નું ફૂલ હારથી સ્વાગત કરી ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ મેળવેલ.

The Junagadh Commercial Co-Operative Bank Ltd

** ખેતીબેંકના ચેરમેનશ્રી, અમારા સદૈવ પથદર્શક અને પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા ને જન્મદિને કોટિશઃ શુભેચ્છાઓ સહ ગીરનાર...
30/06/2026

** ખેતીબેંકના ચેરમેનશ્રી, અમારા સદૈવ પથદર્શક અને પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા ને જન્મદિને કોટિશઃ શુભેચ્છાઓ સહ ગીરનારી મહારાજ પાસે આપના ઉતમ સ્વાસ્થયની પ્રાર્થના **

The Junagadh Commercial Co-Operative Bank Ltd

29/06/2026

તારીખ ૨૮/૦૬/૨૦૨૬ અને રવિવાર ના રોજ આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લી. ની ૫૬મી વાર્ષિક સાધારણ સભા અને સંસદ ભેટ વિતરણ સમારોહ બેન્ક ના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા na માર્ગદર્શન હેઠળ દોમડિયાવાડી ખાતે યોજાયેલ આ સમારંભ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન શ્રી ડો. ડી. પી. ચીખલીયા સાહેબ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, સહકારી અગ્રણી શ્રી જેઠાભાઈ પાનેરા અને શ્રી ગાંડુભાઈ ઠેસિયા એ વિશેષ હાજરી આપી બેન્ક ની પ્રગતિ અને વિકાસ અંગે ખૂબ જ હર્ષની લાગણી અનુભવેલ અને આગામી ભવિષ્ય માટે ચેરમેન શ્રી સાગર કોટેચા અને બેન્ક ની ટીમ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ આ તકે બેન્ક ની નાણાકીય માહિતી અને અન્ય નિયમો ની વિસ્તૃત માહિતી બેન્ક ના સી. ઇ. ઓ. શ્રી રાજેશ મારડીયા દ્વારા રજૂ કરવામાં આવેલ જ્યારે એમ. ડી. શ્રી આશિષભાઈ માંકડ દ્વારા સભાસદો ને બેન્ક ની સેવાઓ અને ભવિષ્યના વિકાસના પ્લાનિંગ અંગે જાણકારી આપવામાં આવેલ અને બેન્ક ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય શ્રી યોગીભાઈ પઢિયાર દ્વારા હાજર મહાનુભાવો અને સભાસદો ગ્રાહકો ની આભારવિધિ કરવામાં આવેલ. આ તકે બેન્ક ના પૂર્વ એમ. ડી. શ્રી રાજુભાઈ જોબનપુત્રા, બેન્ક ના વાઇસ ચેરમેન શ્રી સુજલભાઈ દોશી, ડિરેક્ટરો શ્રી નિલેશભાઈ મશરૂ, શ્રી કમલભાઈ જોબનપુત્રા, શ્રી મનસુખભાઈ વાજા, શ્રી કિશોરભાઈ અજવાણી, ડો. કે. પી. ગઢવી, શ્રીમતિ દિપ્તીબેન સેજપાલ હાજર રહેલ અને આમંત્રિત મહાનુભાવો નું શાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવેલ અંતમાં બેન્ક ના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા પ્રેસ ને જણાવેલ કે આજની આ સાધારણ સભા નું લાઇવ પ્રસારણ ગાંધીનગર, અમદાવાદ, જામનગર, લીંબડી, રાજકોટ, લાઠી, મેંદરડા, વિસાવદર, કેશોદ, કોડીનાર, વંથલી માણાવદર વિગેરે શાખાઓ માં કરવામાં આવેલ છે આ દરેક શહેરો ના સભાસદો એ પણ તેમની શાખા ન સ્થળે થી આ સભામાં વર્ચ્યુઅલ હાજરી આપેલ છે. આજ રોજ બેન્ક દ્વારા બેન્ક ના લગભગ ૧૫૦૦૦ જેટલા સભાસદો ને સફારી કંપની ની ટ્રોલી બેગ ભેટ રૂપે આપવામાં આવેલ છે જેના વિતરણ ની શરૂઆત આજે ૫૬ મી વાર્ષિક સાધારણ સભા ના દિવસે અહીંયાથી અને અમારી બધી ૧૬ શાખાઓ ના સ્થળે થી કરેલ છે અને આજરોજ લગભગ ૩૦૦૦ થી વધુ સભાસદો એ રજીસ્ટ્રેશન કરાવી આ ભેટ મેળવેલ છે અને હવેથી બાકી રહેલ બધા સભાસદો જે તે શાખા ન સ્થળે થી તેમની ભેટ મેળવી શકશે. આ તકે શ્રી ડોલરભાઈ એ સર્વે સભાસદો, ગ્રાહકો નો આભાર વ્યક્ત કરેલ અને બધાના સાથ સહકારથી બેન્ક હજુ નવી ઊંચાઈ સર કરશે અને નજીકના ભવિષ્યમાં નવી શાખાઓ અને નવી વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે તેમ જણાવેલ.

બહુ જલ્દી આપ સૌ ની વધુ નજદીક .. The Junagadh Commercial Co-Operative Bank Ltd
26/06/2026

બહુ જલ્દી આપ સૌ ની વધુ નજદીક ..

The Junagadh Commercial Co-Operative Bank Ltd

ભારતીય રિઝર્વ બેંક ના ઇન્ટિગ્રેટેડ બેંકિંગ વિભાગ અને ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે મેંદરડા ખાત...
22/06/2026

ભારતીય રિઝર્વ બેંક ના ઇન્ટિગ્રેટેડ બેંકિંગ વિભાગ અને ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે મેંદરડા ખાતે ઇલેક્ટ્રોનિક્સ બેંકિંગ જાગૃતિ (ઈ - બાત) નો એક સેમિનાર આયોજિત કરાયેલ જેમાં ભારતીય રિઝર્વ બેંક ના આસી. મેનેજર શ્રી રાજકુમાર ભંડારે અને તેમના સાથી કર્મચારીઓ શ્રી વિવેક દેવાણી અને મનીષ કુમાર દ્વારા હાજર રહેલ લોકો ને સાયબર ફ્રોડ તેનાથી કેમ બચવું, આર બી આઈ રિટેલ ઇન્વેસ્ટમેન્ટ, બેંકિંગ ઓમબુસમેન્ટ વિગેરે વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરાયેલ આ તકે જેકોમ બેન્ક ના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા, ચેરમેન શ્રી સાગર કોટેચા અને એમ ડી કમ સીઇઓ શ્રી રાજેશ મારડીયા ના માર્ગદર્શન હેઠળ બેન્ક ના ડિરેક્ટર શ્રી બીપીનભાઇ નિર્મળ, ડી. જી. એમ. શ્રીઓ, અન્ય કર્મચારી ગણ અને લગભગ ૨૦૦ જેટલા બેન્ક ના ગ્રાહક વ્યાપારી ગણ એ ઉત્સાહપૂર્વક હાજરી આપેલ.

15/06/2026

* ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કની આઝાદ ચોક શાખા ખાતે 'શ્રી રામ દરબાર'નો પુનઃસ્થાપન મહોત્સવ ભવ્યતાપૂર્વક સંપન્ન: સાંસદશ્રીઓનું ગરિમાપૂર્ણ સન્માન*

ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કની આઝાદ ચોક શાખા ખાતે પવિત્ર 'શ્રી રામ દરબાર'ના પુનઃસ્થાપનનો મંગલ પ્રસંગ ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. આ ગરિમામય અવસરે નવનિર્વાચિત રાજ્યસભા સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર તથા લોકપ્રિય લોકસભા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ શુભ પ્રસંગે બંને આદરણીય મહાનુભાવોને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી ભાવભર્યું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવ નિમિત્તે બેન્ક પરિવાર દ્વારા ભવ્ય આતશબાજી અને દિવ્ય રામધૂનનું સુંદર આયોજન કરાયું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ મહોત્સવમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા તથા ગ્રેઇન સીડ્સ એસોસિએશનના ચેરમેન શ્રી રાજુભાઈ જોબનપુત્રાએ પણ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બેન્કના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી રાજેશભાઈ મારડીયા, ડાયરેક્ટર શ્રી યોગીભાઈ પઢિયાર, શ્રી બિપિનભાઈ નિર્મલ, શ્રી મનસુખભાઈ વાજા તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહીને પધારેલા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

@ Rajesh Chudasama , @ Mansingh Parmar

09/06/2026

ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિ. દ્વારા ફિક્સ ડિપોઝિટ માં મેળવો અભૂતપૂર્વ વ્યાજ વળતર ...આ યોજનાનો લાભ લેવા આજે જ તમારી નજીકની અમારી શાખા નો સંપર્ક કરો.-

The Junagadh Commercial Co-Operative Bank Ltd

, , ,

આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન શ્રી સાગર કોટેચાની આજે ધી સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેન્ક ફેડરેશન ન...
29/05/2026

આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન શ્રી સાગર કોટેચાની આજે ધી સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેન્ક ફેડરેશન ના મહામંત્રી પદે બિનહરીફ વરણી થયેલ હોય શ્રી સાગર કોટેચાને ખૂબ ખૂબ અભિનંદન. આ તકે ફેડરેશન ના પૂર્વ ચેરમેન શ્રી વિક્રમભાઈ તન્ના, ચેરમેન શ્રી હારિતભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક, સી. ઈ. ઓ. શ્રી ડો. પુરુષોતમ પીપળીયા, ફેડરેશન ના અન્ય સભ્ય બેંકો ના પ્રતિનિધિઓ હાજર રહેલ અને શ્રી સાગરભાઈ ને શુભકામનાઓ પાઠવેલ.

17/05/2026

Address

Choksi Bazar
Junagadh
362001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+912852620496

Alerts

Be the first to know and let us send you an email when The Junagadh Commercial Co-Operative Bank Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Junagadh Commercial Co-Operative Bank Ltd:

Shortcuts

Share

Category