Zeal Investments

Zeal Investments in accordance with need and requirements of a respected investor.

Zeal Investment has been managed by a team of professionals who have expertise, proficiency and the right exposure in the field of Mutual Funds and Insurance since 2005. Zeal Investment shares a concept of “Holistic Financial Planning” and designs products like child education, retirement planning, life insurance, health insurance etc.

14/08/2026
સૂર્યોદય સરખી એસઆઈપી. સૂર્યનું પહેલું કિરણ પ્રગટે છે. આકાશમાં ઉઘાડ થાય છે ને જોત જોતામાં સૃષ્ટિ આખી જીવંત બની જાય છે. આ ...
09/05/2026

સૂર્યોદય સરખી એસઆઈપી.

સૂર્યનું પહેલું કિરણ પ્રગટે છે.
આકાશમાં ઉઘાડ થાય છે
ને જોત જોતામાં સૃષ્ટિ આખી જીવંત બની જાય છે.
આ બધું જ આંખના પલકારામાં બની જાય છે.

ધીરજ ધરીને
સાતત્યપૂર્વક જયારે
રોકાણ કરીએ છીએ ત્યારે
સમય પાકતા જ એનું અભૂતપૂર્વ વળતર મળી રહે છે.

and

અતૂટ ભરોસાનું અજોડ પ્રતિક."આ મારી જીવનભરની કમાણી તમને સોંપું છું. આમ તો અમને દર મહિને પેન્શનની રકમ પૂરતી મળતી રહેશે એટલે...
04/05/2026

અતૂટ ભરોસાનું અજોડ પ્રતિક.

"આ મારી જીવનભરની કમાણી તમને સોંપું છું. આમ તો અમને દર મહિને પેન્શનની રકમ પૂરતી મળતી રહેશે એટલે આ રકમની હમણાં તો ખાસ જરૂર નહિ પડે. આથી આ રકમનું આપને યોગ્ય લાગે એવા ફંડમાં રોકાણ કરજો. જેથી એમાંથી મળતા વળતરનો લાભ અમારી આવનારી પેઢીને મળતો રહે."

વર્ષો પહેલાની વાત, અમે બંને ભાઈઓ એક નિવૃત કર્મચારીના ઘરની મુલાકાતે આવ્યા હતા. કારણ કે, એમણે ભેગી કરેલી મૂડીનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું હતું. રોકાણ વિશેની પૂરેપૂરી સમજણ આપ્યા પછી જયારે ઔપચારિકતા પૂરી કરવાનો સમય આવ્યો ત્યારે અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે એમણે સહી કરેલા પાંચેક કોરા ચેક ઉપરોક્ત વાક્યો બોલીને અમારા હાથમાં સોંપી દીધા હતા.

એ ઘડીએ, એ ચેક સ્વીકારતી વેળાએ અમને અમારી જવાબદારીનું ભાન થયું હતું. કારણ કે, હવે એમણે અમારી ઉપર મૂકેલા અતૂટ ભરોસાને સાબિત કરી બતાવવવાનો હતો. સમય વહેતો રહ્યો ને અમે નિષ્ઠા અને પ્રામાણિકતાથી અમારી જવાબદારી નિભાવતા રહ્યા જેની ફલશ્રુતિરૂપે વર્ષ 2014 માં, પ્રથમ વાર ઝીલ ઈન્વેસ્ટમેન્ટના ઉત્સાહી અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા સ્થાપક સંજય ડોડિયાને પ્રુડન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

વર્ષ 2005માં જેના બીજ રોપાયા હતા એ ઝીલ ઇન્વેસ્ટમેન્ટ આજે તો વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે જેમાં દેશ વિદેશમાં વસેલા ત્રણ હજાર કરતા વધારે પરિવારોનો અતૂટ ભરોસો જોડાયેલો છે. એ ભરોસાને પ્રતાપે જ વર્ષ 2014માં એવોર્ડ મેળવવાની જે પરંપરા શરુ થઇ એ આજે 2026માં પણ અતૂટ અને અકબંધ રહી છે.

ગઈકાલે જયપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારંભમાં 100 કરોડની ક્લબમાં સામેલ થવા બદલ તથા માસિક એક કરોડની એસઆઈપીનું ધ્યેય સિદ્ધ કરવા બદલ ઝીલ ઇન્વેસ્ટમેન્ટ વતી સંજય ડોડિયાનું ખાસ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ ટ્રોફી કે એવોર્ડ એ માત્ર અમારી કાબેલિયત જ નહિ બલ્કે, આપસહુએ અમારી ઉપર મુકેલા અતૂટ ભરોસાનું અજોડ પ્રતિક છે.

આભાર સહ,

સંજય, કમલ અને આશિષ. Zeal Investments

ટીપે ટીપે સરોવર સર્જાય. દરેક એસઆઈપી પાણીના એક ટીપા સમાન છે. શરૂઆતમાં તો એક ટીપું ખૂબ નાનું જણાય છે. પણ, શરૂઆત તો કરવી પડ...
02/05/2026

ટીપે ટીપે સરોવર સર્જાય.

દરેક એસઆઈપી પાણીના એક ટીપા સમાન છે. શરૂઆતમાં તો એક ટીપું ખૂબ નાનું જણાય છે. પણ, શરૂઆત તો કરવી પડે ને!

જયારે આવા હજારો પાણીના ટીપા ભેળા મળે છે ત્યારે સરોવર સર્જાય છે.

ધીરજ ધરીને જયારે એસઆઈપીને લાંબા ગાળા સુધી ચાલુ રાખીએ ત્યારે અકલ્પનીય સંપત્તિનું સર્જન થાય છે.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

Address

G/7, SHREEJI SANKALP, NR. SBI BANK, 100 FEET Road, ANAND. 388 001
Anand
388001

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919726863377

Alerts

Be the first to know and let us send you an email when Zeal Investments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zeal Investments:

Shortcuts

Share