06/11/2015
ઑનલાઇન વેચાઇ રહ્યાં છે ફટાકડાં @ www.sriramfireworks.com
અત્યાર સુધી આપણે ફટાકડા ખરીદવા ઘરથી સેંકડો કિલોમીટર દૂર આવેલા ફટાકડા બજાર કે માર્કેટમાં જવું પડતું, છેલ્લા કેટલાક સમયથી તેમા સુધારો આવતાં જે-તે વિસ્તારની આજુ-બાજુ સ્પેશિયલ ફટાકડાના નાના-મોટા સ્ટોલ પણ ઊભા થતા તમે જોઇ રહ્યાં હશો. હવે વેપારીઓ તેમના ગ્રાહકોની વધુ સરળતા માટે ઑનલાઇન માર્કેટમાં પણ આવી ગયા છે. વર્ષોથી ફટાકડા બનાવતી આવી જ એક કંપનીએ પણ ફટાકડા ઓનલાઇન માર્કેટમાં પણ આવી ગયા છે. વર્ષોથી ફટાકડા બનાવતી આવી જ એક કંપનીએ પણ ફટાકડા ઓનલાઇન માર્કેટમાં લઇ આવી છે અને તેનું નામ છે, 'શ્રીરામફાયરવર્ક્સ.કૉમ', (http://www.sriramfireworks.com/).
- કેવી રીતે કામ કરે છેઃ
અહીં ફૂલખરણીથી લઇ બપોરિયા સુધી, નાના-મોટા તમામ પ્રકારના ફટાકડા ઓનલાઇન ખરીદી શકાય છે. અહીં ફટાકડા સાથે તેની કિંમત પણ આપેલી છે, જેથી કરીને ગ્રાહકો સાથે ભાવમાં બાર્ગેનિંગ જેવી માથા-કૂટો પણ ઉકેલી શકાય છે. તેનો સૌથી મોટો ફાયદો તો એ જ છે કે ઘરથી સેંકડો કિલોમીટર દૂર આવેલા ભીડ-ભાડ ભર્યા માર્કેટમાં જવાથી ગ્રાહકોને છૂટકારો મળે અને ઘરે બેઠા જ ગ્રાહક મનગમતા ફટાકડા ખરીદી શકે. અહીં ઓછામાં ઓછા 1000 રૂપિયાના ઓર્ડરમાં તમને ફટાકડા ઘરે પહોંચાડવામાં આવે છે અને આ સુવિધા ગુજરાતમાં ગમે ત્યાં અપાઈ રહી છે. ગ્રાહકોની સરળતા માટે અહીં કેસ ઑન ડિલિવરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. ચોવિસ કલાક ચાલતા ફટાકડાના આ ઓનલાઇન માર્કેટમાં તમે ગમે ત્યારે ખરીદી શકો છો.
- કેવો રિસ્પોન્સ છેઃ
સુરજ લાલવાણીની સાથે થયેલી વાત-ચિત મુજબ તેમાં અત્યારે પ્રતિદિવસ 3 હજારથી વધુ ગ્રાહકોનો ટ્રાફિક રહે છે. તહેવાર અને તેમાં પણ 3 દિવસથી ચાલુ થયેલા સિઝનલસેલ દરમિયાન આ માર્કેટમાં સારો કારોબાર થઈ રહ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.